બહુભાષી ટેક્સ્ટ ડિસ્પ્લે સ્યૂટ

ભારતમાં 893,862,000 સેલ ફોન છે, જે ફોન ઉત્પાદકો અને ગેમ ડેવલપર્સને તેમની પહોંચને ઝડપથી વિસ્તૃત કરવાની તક પ્રદાન કરે છે - જેથી તેઓ વિવિધ ભારતીય બજારમાં પ્રવેશ મેળવી શકે. રેવરી એક રોબસ્ટ ફોન્ટ સ્યુટની સાથે સેલ ફોનને વધુ સ્થાનિક ભાષામાં અનુકૂળ બનાવવા માટે બે અનન્ય ઉપાય સાથે તેને શક્ય બનાવે છે.

તમારી પસંદગીની ભાષામાં અભિવ્યક્તિની સુવિધાનો આનંદ માણો.

યુનિટી ફોન્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ કીટ (એસ.ડી.કે)

યુનિટી જેવા ગેમિંગ પ્લેટફોર્મને સ્ક્રીન પર ફાસ્ટ રેન્ડરિંગની  આવશ્યકતા છે. જટિલ સ્ક્રિપ્ટ ફોન્ટ્સ જેવા કે ભારતીય ભાષાઓમાં ઉપયોગમાં લેવાતા ઓપનટાઈપ ફોન્ટ સુવિધા માટે ભારે સંચાલનની જરૂર પડે છે અને તેથી રેન્ડરિંગ સ્પીડ સાથે સમાધાન કરવામાં આવે છે. તેથી ગેમિંગ પ્લેટફોર્મ ઓપનટાઈપ સુવિધાઓને સમર્થન આપતું નથી. રેવરી યુનિટી ફોન્ટ એસ.ડી.કે એ એક પ્રદર્શન એસ.ડી.કે છે જે યુનિટી ગેમ ડેવલપર્સને જટિલ ભારતીય ભાષાઓમાં રજૂ કરવા માટે સક્ષમ બનાવે છે. તે પ્રોપરાઈટરી સ્કેલેબલ ટ્રુટાઈપ ફોન્ટ્સનો ઉપયોગ કરે છે.

વૈજ્ઞાનિક રીતે - સચોટ ફોન્ટ

રેવરી યુનિટી ફોન્ટ એસ.ડી.કે કમ્પોઝિશન એન્જિન સાથે પ્રોપરાઈટરી ટ્રુટાઈપ ફોન્ટનો ઉપયોગ કરે છે જે જટિલ ભારતીય સ્ક્રિપ્ટ અક્ષરોના યોગ્ય પુન:ક્રમાંકન અને રચનાની ખાતરી આપે છે. કારણ કે એસ.ડી.કે ઓપનટાઈપ ફોન્ટનો ઉપયોગ કરતું નથી, તે સુનિશ્ચિત કરે છે કે રેન્ડરિંગ સ્પીડ સમાધાનકારી નથી.

લાઈટવેઈટ એન્જિન

પ્રત્યેક ફોન્ટને મેમરી ઓપ્ટિમાઈઝેશનને વધારવા અને ઓન-સ્ક્રીન રેન્ડરિંગ ટાઈમને વધારવા માટે રેવરી દ્વારા ગ્રાઉન્ડ-અપ વિકસિત કરવામાં આવ્યું છે - જે એક ઈમર્સિગ ગેમિંગ અનુભવ પ્રદાન કરવા માટે મહત્ત્વપૂર્ણ છે.

ચોક્કસ રેન્ડરિંગ

ઈન્ડિક સ્ક્રિપ્ટને આપણા ટેક્સ્ટ રેન્ડરિંગ એન્જિન સાથે ચોક્કસ અને સચોટ રીતે રજૂ કરવામાં આવે છે, જે સ્થાનિક ભાષાની સ્ક્રિપ્ટની મુશ્કેલીઓથી સજ્જ છે. તે યુનિટી ગેમ ડેવલપર્સને રેન્ડરિંગની ગતિ પર સમાધાન કર્યા વિના તેમની ગેમને ભારતીય ભાષાઓમાં પ્રકાશિત કરવા માટે સક્ષમ કરે છે.

16 ઈન્ડિક ભાષાઓને સપોર્ટ કરે છે

યુનિટી ફોન્ટ એસ.ડી.કે જટિલ સ્ક્રિપ્ટ અને બારીકાઈથી કાલ્પનિક રજૂઆત સાથે સચોટપણે 16 સ્થાનિક ભાષાઓને સમર્થન આપે છે.

સંપર્કમાં રહો અને સાચા સ્થાનિકીકરણનો લાભ મેળવો

બી.આઈ.એસ ફોન્ટ સ્યુટ

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બી.આઈ.એસ) આદેશ આપે છે કે દેશમાં મોબાઈલ ડિવાઈસીસ તમામ 22 સત્તાવાર ભારતીય ભાષાઓને સમર્થન આપે છે. બી.આઈ.એસ ફોન્ટ ડિસ્પ્લે સ્યુટ, શ્રેષ્ઠ-શ્રેણી-ગુણવત્તા અને સહજ એકીકરણના વધારાના લાભ સાથે, ફીચર ફોનને ફક્ત તે કરવા માટે સક્ષમ કરે છે.

લો-મેમરી ફૂટપ્રિન્ટ

અમારું બીટમેપ ફોન્ટ સોલ્યુશન, અન્ય નિર્ણાયક કાર્યો અને એપ્લિકેશન માટે સ્પેસ રાખીને, ન્યૂનતમ રેમ પર ઓપરેટ કરવા માટે ખૂબ ઓપ્ટિમાઈઝ થયેલ છે.

સચોટ રેન્ડરિંગ

અમારું ટેક્સ્ટ રેંડરિંગ એન્જિન, જે સમયની સાથે પરિપૂર્ણ થઈ ગયું છે, તે ઈન્ડિક સ્ક્રિપ્ટની જટિલતાઓને અનુરૂપ છે અને ચોક્કસ રચનાઓને રજૂ કરે છે.

એકીકૃત એકીકરણ

આ સ્યુટ બંને લોકપ્રિય ફીચર ફોન પ્લેટફોર્મ - સ્પ્રેડટ્રમ અને મીડિયાટેક - બંને સાથે એકીકૃત કાર્ય કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે અને આ વિવિધ કદની સ્ક્રીન પર 22 ભાષાઓ માટે સમર્થન પૂરું પાડે છે.

સંપર્કમાં રહો અને સાચા સ્થાનિકીકરણનો લાભ મેળવો